Up to 20% off patio Shop now
Up to 60% off summer footwear See more
Safin Hasan The Youngest IPS of India
December 10, 2023
Safin Hasan The Youngest IPS of India
December 10, 2023

GV Books Gandhinagar is being noticed by different type of News Channels, New Papers and News Websites all over Gujarat and India also. Here we are providing details of News articles of GV Books Gandhinagar in Media. 

  1. Lok Patrika News paper of Gujarat –  View GV Books Article
  2. Rakhewal News paper of Gujarat – View GV Books Article
  3. Jansetu News paper of Gujarat – View GV Books Article
  4. Garvi Takat News paper of Gujarat – View GV Books Article
  5. Gandhinagar Express News paper of Gujarat – View GV Books Article

Here you can also read the article in both language in Gujarati and Hindi.

Gujarati Article

ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ માટે આશીર્વાદ રૂપ ગુજરાતી વિદ્યાર્થી – Gujarati Vidyarthi ( GV BOOKS )

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે આજે તો તૈયારી કરવા માટે youtube ચેનલ ઘણી બધી જોવા મળશે અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે ઘણી બધી એકેડેમી પણ હવે તો નાના નાના ટાઉન પર ઉપલબ્ધ છે. પરંતુ વર્ષ 2017 – 18 એટલે કે કોરોનાના સમયગાળા પહેલાં ગામડા કે નાના શહેરમાં રહેતા વિદ્યાર્થીને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે સાચું માર્ગદર્શન મેળવવા કોઈપણ પ્રકારનું પ્લેટફોર્મ ન હતું.
કેટલાય માબાપની અપેક્ષાઓ હોય કે મારું બાળક સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે. પરંતુ જે ઉંમરે તૈયારી કરવાની હોય એ સમયે યોગ્ય અને જરૂરી માર્ગદર્શન મળવાનો અભાવ હતો. એવા જ સમયની આ ઘટના છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના એક નાનકડા ગામની વ્યક્તિ કોમલ ચૌધરી પોતે પણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતી હતી અને તૈયારી કરતા કરતા તેમને દરિયા જેવા વિશાળ ક્ષેત્રમાં શું વાંચવું એના કરતા શું ના વાંચવું એની સાચી માહિતી આપનાર કોઈ ન હતું, ત્યારે એમને મનમાં એક ડંખ રહેતો કે હું તો ગાંધીનગર તૈયારી કરવા આવી ગઈ; પણ જે લોકો મધ્યમ વર્ગ અથવા તો ગરીબ વર્ગના વિદ્યાર્થીઓ છે એમને આવવું હોય તો ખૂબ જ તકલીફ પડે છે અને ઘરે રહીને તૈયારી કરવી હોય તો માર્ગદર્શનનો અભાવ છે. એટલે એમણે નક્કી કર્યું કે હું આવા વિદ્યાર્થીઓ માટે મારાથી થાય એટલું ચોક્કસ કરીને જ રહીશ.
આ વિચારે કોમલનો રસ્તો બદલી દીધો અને તેમના જ ગુરુ અને ગણિત- વિજ્ઞાનના નિવૃત્ત શિક્ષક શ્રી ઓખાભાઈ પટેલ (ઓ.એસ. પટેલ)ને સાથે રાખી વર્ષ 2017માં અંતરિયાળ વિસ્તાર અને ગામડાઓ રહેતા ગરીબ અને મધ્યમવર્ગના વિદ્યાર્થીઓને વિનામૂલ્યે માર્ગદર્શન મળી રહે તે હેતુ માટે કોઈ પણ પ્રકારના નફાકારક હેતુ વગર ગુજરાતી વિદ્યાર્થી નામે youtube ચેનલની શરૂઆત કરી.
એના થકી યુપીએસસી, જીપીએસસી અને અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાના સફળ ઉમેદવાર કે જેઓ જાત મહેનતથી સફળ થયા છે, તેવા વ્યક્તિઓની કહાની સાથે ઇન્ટરવ્યૂ લેવાની શરૂઆત કરી અને બસ પછી તો એમની આ સફર ચાલતી જ રહી, જેના થકી લાખો વિદ્યાર્થીઓને માર્ગદર્શન મળતું ગયું.
યુ ટ્યુબના વિડિયો રેકોર્ડિંગ માટે અને સ્ટુડિયોના ખર્ચ માટે આવકનું કોઈ સાધન ન હતું. જેથી ગુજરાતી વિદ્યાર્થી youtube ચેનલના નિભાવ માટે વર્ષ 2019 માં સસ્તા ભાવે વિદ્યાર્થીઓને ગામડે પુસ્તકો મળી જાય તે માટે gvbooks.in ના નામે ઓનલાઇન બુક સ્ટોરની શરૂઆત કરી. આ પણ એક નવી ક્રાંતિની શરૂઆત હતી. ગામડાઓમાં રહેતા વિદ્યાર્થીઓને પુસ્તકો જે ભાવોભાવ મળતા હતા; એ હવે સસ્તાભાવે ઘેર બેઠા મળવા લાગ્યા. બસ આ વિચારને વિદ્યાર્થીઓએ એટલો જબરદસ્ત પ્રતિસાદ આપ્યો કે તેની સફળતાના લીધે ગુજરાતી વિદ્યાર્થીની ટીમ પણ મોટી બનતી ગઈ અને વર્ષ 2021માં સેક્ટર 6, ગાંધીનગર ખાતે GV BOOKS ના નામે Books Mall શરૂ થયો, જેનો હેતુ માત્રને માત્ર સૌથી સસ્તા ભાવે સ્પર્ધાત્મક પરીક્ષાનાં પુસ્તકો આપવાનો છે.

આ GV Books ને એટલી સફળતા મળી કે માર્કેટમાં પુસ્તકો પર ડિસ્કાઉન્ટ આપવાની સ્પર્ધા થવા લાગી. આખરે જેનો લાભ વિદ્યાર્થીઓને મળવા લાગ્યો અને વિદ્યાર્થીઓના લાખો રૂપિયા બચ્યા.

આ રીતે સ્પર્ધાત્મક પરીક્ષાનાં પુસ્તકોની દુનિયામાં GV BOOKS ( ગુજરાતી વિદ્યાર્થી) દ્વારા એક અનોખી ક્રાંતિ થઈ.

આજે પણ GV BOOKS ( ગુજરાતી વિદ્યાર્થી)નો જે પાયાનો હેતુ છે; એ જળવાઈ રહ્યો છે. તમે ગાંધીનગર જાઓ અને GV BOOKS સેક્ટર 6 ખાતે પરીક્ષા માટે કોલ લેટર કઢાવશો તો; ત્યાં તમારી પાસેથી કોઈ પૈસા લેવામાં નહિ આવે. આવા અનેક વિદ્યાર્થીઓના અને એમ કહીએ કે હજારો વિદ્યાર્થીઓના કોલ લેટર વિનામૂલ્યે પ્રિન્ટ કાઢીને GV Books એ એક યજ્ઞની જ શરૂઆત કરી દીધી છે અને એ વર્ષો સુધી પ્રજ્વલિત રહેશે.
આપ પણ એકાદ વાર ગાંધીનગર સેક્ટર 6 માં GV BOOKS ની મુલાકાત લઈને જાત અનુભવ કરજો, તમને પણ આ પવિત્ર યજ્ઞની અનુભૂતિ ચોક્કસ થશે.

Hindi Article

गरीब और मध्यम वर्ग के छात्रों के लिए आशीर्वादरूप गुजराती विद्यार्थी (GV BOOKS)

प्रतियोगी परीक्षाओं की तैयारी करने वाले छात्रों को आज तैयारी के लिए कई यूट्यूब चैनल मिल जाएंगे और कई प्रतियोगी परीक्षा तैयारी अकादमियां अब छोटे शहरों में भी उपलब्ध हैं। लेकिन साल 2017-18 यानी कोरोना काल से पहले गांव या छोटे शहर में रहने वाले छात्र के पास प्रतियोगी परीक्षा की तैयारी के लिए उचित मार्गदर्शन पाने के लिए किसी तरह का मंच नहीं था.
कई माता-पिता की अपेक्षा होती है कि मेरा बच्चा प्रतियोगी परीक्षाओं की तैयारी करे। लेकिन जिस उम्र में तैयारी करनी होती थी, उस उम्र में उचित और जरूरी मार्गदर्शन का अभाव था। ये उसी समय की घटना है. उत्तरी गुजरात के बनासकांठा जिले के एक छोटे से गांव के रहने वाले कोमल चौधरी खुद प्रतियोगी परीक्षाओं की तैयारी कर रहे थे और तैयारी के दौरान इतने बड़े क्षेत्र में उन्हें क्या पढ़ना है और क्या नहीं पढ़ना है, इसकी सही जानकारी देने वाला कोई नहीं था।
वो तो तैयारी के लिए गांधीनगर आई; लेकिन जो लोग मध्यम वर्ग या यहां तक कि गरीब वर्ग के छात्र हैं उन्हें घर पर रहकर तैयारी करनी हो तो काफी परेशानी होती है और मार्गदर्शन की भी कमी होती है। इसलिए उन्होंने फैसला किया कि मैं ऐसे छात्रों के लिए अपना सर्वश्रेष्ठ प्रयास करूंगी।
इस विचार ने कोमल की राह बदल दी और उन्होंने अपने गुरु और सेवानिवृत्त गणित-विज्ञान शिक्षक श्री ओखाभाई पटेल (ओ.एस.पटेल) के साथ मिलकर वर्ष 2017 में भीतरी इलाकों और गांवों में रहने वाले गरीब और मध्यम वर्ग के छात्रों को मुफ्त मार्गदर्शन प्रदान करने के उद्देश्य से बिना किसी लाभ के उद्देश्य से एक गुजराती विद्यार्थी के नाम पर एक यूट्यूब चैनल शुरू किया।

इसके माध्यम से उन्होंने यूपीएससी, जीपीएससी और अन्य प्रतियोगी परीक्षाओं में कड़ी मेहनत से सफल हुए अभ्यर्थियों का साक्षात्कार लेना शुरू किया और फिर उनका सफर जारी रहा, जिससे लाखों छात्रों को मार्गदर्शन मिला।
यूट्यूब वीडियो रिकॉर्डिंग और स्टूडियो खर्च के लिए आय का कोई स्रोत नहीं था। इसलिए, गुजराती विद्यार्थी यूट्यूब चैनल के प्रबंधन के लिए, वर्ष 2019 में gvbooks.in के नाम से एक ऑनलाइन बुक स्टोर शुरू किया गया ताकि छात्रों को गांव में सस्ते दामों पर किताबें मिल सकें। यह एक नई क्रांति की शुरुआत भी थी. गाँवों में रहने वाले विद्यार्थियों को पुस्तकें मिलती थीं; अब वे सस्ते में घर पर मिलने लगे। छात्रों ने इस विचार पर इतनी दृढ़ता से प्रतिक्रिया दी कि इसकी सफलता के कारण, गुजराती विद्यार्थी टीम भी बड़ी हो गई और वर्ष 2021 में, प्रतियोगी परीक्षा की पुस्तकें सबसे सस्ते दाम पर केवल प्रदान करने के उद्देश्य से गांधीनगर के सेक्टर 6 में जीवी बुक्स ( GV BOOKS) के नाम से एक बुक्स मॉल शुरू किया गया।
यह जीवी बुक्स ( GV BOOKS) इतनी सफल हुई कि बाजार में किताबों पर छूट देने की होड़ लग गई। अंततः छात्रों को लाभ मिलना शुरू हुआ और छात्रों को लाखों रुपये की बचत हुई।

इस प्रकार GV BOOKS (गुजराती विद्यार्थी) द्वारा प्रतियोगी परीक्षा पुस्तकों की दुनिया में एक अनोखी क्रांति हुई।

आज भी GV BOOKS (गुजराती विद्यार्थी) का जो मूल उद्देश्य है; वो अभी भी जारी है. यदि आप गांधीनगर जाते हैं और जीवी बुक्स सेक्टर 6 में परीक्षा के लिए कॉल लेटर प्रिंट करवाते हैं; तो वहां आपसे कोई पैसा नहीं लिया जाएगा. ऐसे कई छात्रों और कहें तो हजारों छात्रों के कॉल लेटर मुफ्त में छापकर जीवी बुक्स ने एक यज्ञ शुरू किया है और यह वर्षों तक जलता रहेगा।
आप भी एक बार गुजरात के गांधीनगर सेक्टर 6 स्थित जीवी बुक्स में जाकर खुद अनुभव करें, आपको भी इस पवित्र बलिदान का एहसास जरूर होगा।

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

GV Books Media Pages
This website uses cookies to improve your experience. By using this website you agree to our Data Protection Policy.
Read more